#world heritage day
#લાગણીઓની સફરે
પેલી લાકડાનાં માળિયામાં સંગ્રહેલી જૂની ફાનસ,
મેં આજેય એવીને એવીજ સાચવીને રાખી છે...
પેલી દર થોડા દિવસે નાની ને મોટી બે ચાવીઓ ભરતી,
લોલક ઘડિયાળ મેં આજેય એવીને એવીજ સાચવીને રાખી છે...
પેલી જે લાકડાનાં બારણે સાંકળ દઈને તાળું મારતી એ,
તાળું ને ચાવી ય એવીને એવીજ સાચવીને રાખી છે...
પેલી રસોડાની છાજલીએ હારબંધ ગોઠવેલી પિત્તળની,
થાળીઓ ને વાટકીઓ મેં આજેય એવીને એવીજ,
સાચવીને રાખી છે...
પેલી ડામચિયામા ભરેલી માંની સાડી માથી હાથે ટેભા લઈ, બનાવેલી લાલ પીળી ગોદડીઓ મેં આજેય એવીને,
એવીજ સાચવીને રાખી છે...
બસ, નથી સચવાયું તો એ મારૂં પોળનું ઘર જેમાં ખાલી,
શ્વાસ નો'તા લેતા, પણ સાચા અર્થમાં જીવતા'તા...
હા, પણ એ ઘરની યાદો મારા હૃદયનાં એક ખૂણે મેં,
આજેય એવીને એવીજ સાચવીને રાખી છે....