...." પહેલી મુલાકાત "
પહેલા જ દિવસની એ મુલાકાત પહેલી હતી.
પ્રથમ બાંકડે બેઠેલી, એ ને એની સહેલી હતી.
હતો ઘોરણ નવમાં ને મૂછનો દોરોય નો 'તો ફૂટ્યો,
પહેલી નજરની મહોબ્બત થઈ જ વહેલી હતી.
એના ચહેરાના હાવભાવ અને જોવાની અદાથી,
પ્રેમની સહમતી એની આંખોમાં જ ઉકેલી હતી.
એણે કાંઈ કહ્યું નહોતું, તો મેંય ક્યાં કશુ ક્હ્યું 'તું,
છતાં સમજી જતો એ વાત, જે ના કહેલી હતી.
આજ દાયકાઓ બાદ જો થયાં આમને સામને,
તો, હતા હોઠ ચૂપ, 'વ્યોમ' ધડકન થામેલી હતી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.