મૂક્યો વિશ્વાસ પ્રકૃતિએ, કેમ કરી તોડવો?
નહીં કરશે કોઈ નુકસાન એને,
કેમ કરી તોડવો એનો આ વિશ્વાસ?
આપે છાંયડો, આપે ફળ, કરે રક્ષા ઠંડકની,
કેમ કરી પહોંચાડીએ નુકસાન પ્રકૃતિને?
રહેઠાણ પશુ પંખીઓનું આ પ્રકૃતિ,
કાઢી નિકંદન વૃક્ષોનું બાંધવા પોતાનું ઘર,
કેમ તોડીએ વિશ્વાસ અબોલ જીવોનો?
છે વિશ્વાસ પ્રભુને હજુય માનવજાત પર,
કરી સત્કર્મો જીવનમાં જાળવીએ વિશ્વાસ પ્રભુનો!
વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ💐