Gujarati Quote in Poem by Thakor Pushpaben Sorabji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરસેવો
પરસેવો છે પારસમણિ સમાન,
કરે કડી મહેનત એમને
જોઇ જોવો ને આજ!
કરે દેશની રક્ષા આપણા સૈનિક જોવો,
અંગ દઝાડતી ગરમીમાં તેઓ,
ખડેપગે રક્ષા કરે માતૃભૂમિની આજ!
લાગે ભલે ગરમીને થાય ભલે તકલીફ
વાય વાયરોને આપે ટાઢક એ પરસેવો..
પરસેવો છે...........
ખેડૂત કેવી ખેતી કરે જોવો,
પ્રખર ગરમીમાં તે વાઢે રે વાઢણા,
પાડે પરસેવો ને મહેનત કરે આકરી,
થાય પાક સોનાવર્ણો જ્યારે,
લાગે પરસેવો.........
સફાઈકામદાર જોવો કરે સુંદર સફાઈ
સ્વચ્છતાના ગુણલા ભલે સૌ ગાય
પેટિયું રળવા પાડે પરસેવો
સ્વચ્છતા જોવો,કેવી સોહાય!
તેથી કહેવાય લાગે પરસેવો.......
બાંધકામ કરતા સૌ કામદાર જુઓ
રોડ બનાવે ને બનાવે ઊંચી ઈમારતો
ધોમધખતા તાપમાં પણ તેઓ
હસતા હસતા કેવા કરતા કામ જુઓ
ત્યારે બને પરસેવો..........
કરે સૌ માનવી મહેનત જોવો
ત્યારે તે મેળવે છે પરસેવાની કમાણી
દરેકની હોય છે ગાથા નોખી
તેથીજ કહેવાયું"સિદ્ધિ તેને જઈ વરે
જે પરસેવે ન્હાય"
તેથી જ લાગે પરસેવો.......
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111982005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now