તારો પ્રેમ હવે દિલમાં રહે છે ઝળુંબી,
આંખોના ખૂણે નીર બનીને ઝબૂકે.
હોઠોની મીઠી વાતો તો યાદ છે હજી,
એ શબ્દો હવે સ્વપ્નમાં આવી ટહૂકે.
તું નથી તોયે તારી ખુશ્બૂ રહે છે,
દરેક સાંજે દિલના દરવાજે ધબૂકે.
એક નજરનો જાદુ મેં જોયો છે ઘણો,
એની ચમક હજી આંખમાં ચમકે.
તારી યાદોનો મેળો દિલમાં લાગે,
રાતના સન્નાટામાં એ ગીતો ગુંજે.
પ્રેમની રાહે ચાલું તો તું જ મળે,
દરેક ડગલે તારો સાથ બની ઝળકે.
વેદનાનાં દિલની ગઝલ તું જ બને
તારો પ્રેમ હવે શબ્દોમાં બની ઝબકે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹