શોધી રહ્યો છું હું મને,બે ચિત્રોની વચ્ચે
એક ચિત્ર પરિચિત છે, બીજું કોનું છે?
@કૌશિક દવે
ધૂંધળી થતી યાદો, યાદોમાં શોધું હું મને
બે ચિત્રોની વચ્ચે,શોધી રહ્યો છું હું મને
હ્રદયમાં લાગણી છે, બીજા ચિત્રમાં કોણ છે?
યાદ કરું છું એ બધું, ભૂલી ગયો હું મને!
ખોટી ટેવો છે મને, ભૂલી જવાની આદત મને
શોધી રહ્યો છું હું મને,બે ચિત્રોની વચ્ચે!
પહેલા ચિત્રમાં લાગણી છે, બીજામાં કંઈક ભાવ છે
યાદ ના આવે બીજું ચિત્ર, એમાં શોધી રહ્યો છું હું મને..
- કૌશિક દવે
- Kaushik Dave