અમીઝરણું
નક્કી કર્યું કોક માટે બનવું અમીઝરણું,
ધન દોલત રૂપિયાથી દુઃખ દૂર ના થાય,
પણ કોઈકના માટે અમીઝરણું બનીએ તો કામ થાય,
નાનકડા હાથથી મોટા માણસોની ગાડી લૂછતાં,
એ હાથ મેં બંને હાથોમાં લઈ ચૂમી લીધાં અને એજ,
હાથ પકડી હોટેલમાં ચા નાશ્તો કરાવ્યો,
પેલી કામવાળી બાઈને પૂછ્યા વગર કર્યો પગાર વધારો,
દૂધવાળા ભૈયાને આજે ઘરમાં બેસાડી ચા પીવડાવી,
વોચમેનને આજે ખુરશી માટે ગાદી લઈ દીધી,
રખડતાં શેરીના કૂતરા, ગાયને વ્હાલથી પંપાળ્યા,
મમ્મી પપ્પા માટે ગરમ વડાં લાવી દીધાં,
કુટુંબ સાથે ભોજન કર્યું,
પણ રાત થઈ યાદ આવ્યું કે બધાંને માટે અમીઝરણું બની પણ..
ભગવાનને ભૂલાઈ ગયા,
એ રાત્રે ભગવાને સપનામાં આવી આશીર્વાદ આપ્યા કે,
આજે તો તું મારું અમીઝરણું બની.
- Mamta Tejas Naik