કરીને કાવાદાવા જિંદગી વેડફી નાખી.
કરીને કૈંક ચડાવા જિંદગી વેડફી નાખી.
ના આવ્યું કશુંએ હાથમાં હોય નક્કર,
કરી સત્યના દાવા જિંદગી વેડફી નાખી.
વાત કરી એ જે હતી મારા લાભની સદા,
કરી દૂર સાચા પૂરાવા જિંદગી વેડફી નાખી.
રિસાતા રહ્યા માન વધારવા આપણુંને,
કરી ચાહ આવે મનાવા જિંદગી વેડફી નાખી.
હતું મ્હોરું માનવતાનું મૂઠી ઊંચા હોવાનું,
કરી સરાહના ફૂલાવા જિંદગી વેડફી નાખી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર