" લક્ષ્ય રાખ આભથી ઊંચું "
હાથે કરીને તું ધજાગરો ના કર.
કર જાગરણ તું ઉજાગરો ના કર.
કુદરતના નિયમ મૂજબ ચાલ ભૈ,
ખુદનો ઊભો કોઈ તું ધારો ના કર.
લાગણીહીન થયાં દિલ આજકાલ,
ગમે તેનાં હૃદયમાં તું ઉતારો ના કર.
મળી છે જિંદગી તો માણ મોજથી,
ખોટે ખોટો મનમાં તું મૂંઝારો ના કર.
આભથી ઊંચું રાખ લક્ષ્ય હમેશાં,
થોડાકમાં "વ્યોમ" તું ગુજારો ના કર.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર