કોઈ પૂછે કોઈ પૂછે કોણ છે તું?
તો કહી દેજે ધીરેથી, કોઈ ખાસ નથી.
બસ એક સામાન્ય માનવી,
સપનામાં ચાલતો, ખુશી શોધતો.
કોઈ પૂછે કેટલા મિત્ર છે?
તો કહી દેજે, કોઈ ખાસ નથી.
કાચા પકા એક બે,
પણ એ પણ કોઈ ખાસ નથી.
નથી કોઈ મોટો દરજ્જો કે નામ,
બસ નાનકડું અસ્તિત્વ, દરેક શ્વાસમાં જીવતો.
દિલમાં પ્રેમ, હોઠ પર સ્મિત, આંખોમાં શાંતિ;
એ જ છે સાચી ઓળખ મારી.
d h a m a k