હું અને મારી કલમ, રાતની નીરવતામાં જાગે,
લાગણીના આકાશે, શબ્દોનું પાથરણું પાથરે.
હૃદયની ઊંડાણમાં, એ ખોવાય ને ખોજે સત,
દર્દની ગલીઓમાં, સપનાંનું ગીત વગાડે.
ક્યારેક એની શાહી, ઝરે છે આંસુની ધારે,
અધૂરા ખ્વાબોની વચ્ચે, આશાનો દિપક પ્રગટાવે.
જ્યાં શબ્દો થંભી જાય, ત્યાં કલમ નવું રૂપ લે,
ખામોશીના પડછાયે, પ્રેમનું ચિત્ર બનાવે.
એકાંતના સાથમાં, એ મારું હૈયું વાંચે,
દિલના રહસ્યોને, કાગળ પર નાજુક લખે.
ક્યારેક હસી પડે, ક્યારેક રડવું એ શીખવે,
જીવનની રેલમાં, હર સ્ટેશન એ પકડાવે.
મારી કલમ નથી, એ તો વેદનાનું હૃદય છે.
એની ધારથી જીવન, નવેસરથી રંગ પુરાવે.
જ્યાં દુનિયા થાકે છે, ત્યાં કલમ ચાલે આગળ,
મનની ઉડાનોને, એ નવા આકાશમાં લઈ જાણે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹