લોક વાણી ભાગ ૧
મુર્ખ થઈ ને સહે,એની વહે વાત.
અજ્ઞાની માથે ફરે,તૃણ લઈ આવે વાત.
તારા હિણતાના હણ્યા હજાર..........
લોભ પચેડો માથે મેલ્યો,
સંસાર સઘળું ભાન ભૂલ્યો.
ઢોર પાછળ જેમ ફર ેછે ઢંઢાર.....
મોહ માયા વ્યાપી અંગે,
સ્વાર્થ માં ના કોઈ સંગે.
વિત્યા જે નર તુજ પુર્વે તે સંભાર.....
કુંડી કાયા દુર્ગુણ માથે,
વિકારો ના વન ખેડવા ન સાથે.
શીલ વિવેક હિણ દેહ દંભાર......
અવતરી રહે પલ અંતરની,
ન નીતિ દયા ઘર્મ ઘડતરની.
કેમ સૂખ મા સરે સંસાર........
કહે મનજી મનરવ વહે વાત,
શીખા મણે ચાલે સહુ ભુજી ભાત.
વીતે સમય વીજ ચમકાર......
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા