લોક વાણી ભાગ ૩
હોય જો આંગણીયે ,તુલસી નો ક્યારો.
સ્નેહથી સદાય મીઠો,હોય જો આવકારો્
હેત પ્રિત ના મર્યાદો,હોય જો શીલ સંસ્કારો.
મમત્વ ભર્યા મર્યાદમા,હોય જો ખાનદાન ખોંખારો.
સંપ સહકાર શાંતિના,નિત હોય જ્યાં નજારો.
ગાય ગુણગાન પ્રભુતણા,ભાવ ભક્તિના નહીં ભભકારો.
દયાળુ અને ઉદારતા માં,નહીં કોઈ ઉદ્ગારો.
દાન પુણ્ય સેવા સહાયમાં,સદાય હોય જો હોંકારો.
નીજ વતનના રણકારો,જણ એવા ગામના નહી જાકારો.
મનરવ જીવન સાદુને સંસારો,નિર્મળ નેહના અલંકારો.
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા