લોક વાણી ભાગ ૪
હે હાલો હળવા રે હો મળવા.
એ જામી છે જોડી હેત ભરવા.
ભરાણો મેળો અઅંતરના ઓજમા.
મેરામણ ઊમ્યટ્યો છે નીજ આનંદમાં.
વરસે વાદલડી હરીયાળી રે હો હળવા...
મળશું હેત પ્રિત પ્યારની પરખમા.
નિર્મળ આહ્લાદ જ્યાં મિલન મલકમાં.
એ જોબન ઝરણાં ઉમંગને રે હો વરવા..
વહેતી પળ ને યાદો ના અંત રંગમાં.
વિખરાતા સાગરમાં ઝરતા તરંગ માં.
એ મનઘડ મનરવ તનને રે હો ઘડવા.
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા