લોક વાણી ભાગ ૫
યાદોની અમીરાતે ઉર ઉભરાય.
પ્રેમના પાલેવડે લહેર લહેરાય્
વરસી ઘડી વાદળીખળજળ ખળી.
વહી રહે ઝરણાં ક્યાંથી જાય કળી.
લચતી લતા વેલી નીતરતી ન્હાય..
જળ ઝરતા વૃક્ષોએ વાત કરી.
શીતળતા શબનમ ની ભાત ભરી.
કૂંપળ ફળ મંજરી મન મળાય...
મોરલા કરે ગ્હેકાટ મન મૂકી.
વન વગડાની હરીયાળી ઝૂકી.
સ્નેહના સંભારણા ચિત ચરાય...
મનરવ આમ વહે મલકનો મેળો.
ભાતિગળ ની ભાત એ પણ ભેળો.
મૂલ સહુ સહુ ના સ્વમાં સમાય...
લે,,ક,
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા