નકલચી તો સંસાર છે ભાઈ
જે અનુકરણ કરે શ્રેષ્ઠોનું,
સ્વયં અનુકરણીય બની જાય,
અને મળે શ્રેષ્ઠોની વડાઈ.
અનુકરણીય બનવા માટે,
શીખવાની આદર્શતા જોઈએ,
જે નમ્રતાથી જ આવે છે,
નમ્રતા આવે જ્યાં પ્રેમ હોઈએ.
જીવન મારી એક પાઠશાળા,
હું સદા નો છું એક વિદ્યાર્થી,
સમય મારો ગુરુ છે અને હું,
શીખવા માટે છું સદા પાત્ર.
કારણ છે પુરુષ અને પ્રકૃતિ,
ઓંકાર વલય શ્રી જગપતિ,
પ્રેમ બીજ પ્રસ્ફુટિત થયું,
સર્જન થયું માનવ-મૂર્તિ.