તનાવભરી જિંદગીમાં વહે છે મિત્રતાનું ઝરણું.
અતીતને પણ સજીવન કરે છે મિત્રતાનું ઝરણું.
જ્યાં ના હોય કોઈ પર્દો એવી આ જગ્યા ગણું,
વેદના સાથે સંવેદનાને વણે છે મિત્રતાનું ઝરણું.
નાનપણની યાદ પ્રૌઢકાળે પ્રગટાવી બેસનારું છે,
ધગધગતી ચિંતામાં કેટલું ઠરે છે મિત્રતાનું ઝરણું.
સાવ આખ્ખાબોલા એકબીજા થૈ ઊભીએ કેવા!
તોય મિત્રદુઃખે સાથ સદા આપે છે મિત્રતાનું ઝરણું.
ત્રેવડ ત્રીજો ભાઈ ગણાય એમ છે મારા સૌ મિત્રો,
રહી દૂર નજીકનો ભાસ કરાવે છે મિત્રતાનું ઝરણું.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.