ભોળાનાથને મનાવો, ભાવ ભરપૂર લાવી.
સદાશિવને મનાવો, ભાવ ભરપૂર લાવી.
કૈલાસે વસનારા, શિર પર ગંગધારા.
આશુતોષને રીઝાવો, ભાવ ભરપૂર લાવી.
કોટે મૂંઢમાળધારી, જેની વૃષભ સવારી.
પંચાક્ષરે આરાધો, ભાવ ભરપૂર લાવી.
નથી દાતાર કોઈ, જે શિવ સમા હોઈ,
શ્રાવણે ગુણ ગાઓ, ભાવ ભરપૂર લાવી.
શંકર જો કદી રીઝે, નથી નાથ એવો બીજે.
શીદને વિલંબ લાવો, ભાવ ભરપૂર લાવી.
શરણ એનું સ્વીકારો, મળે જ્યાં આવકારો.
ઝાઝું ના વિચારો, ભાવ ભરપૂર લાવી.
ભક્તિ શિવજી આપો, કષ્ટો અમારાં કાપો.
ફેરો ચોરાસી ટાળો, ભાવ ભરપૂર લાવી.
દીનતા દીપકની જાણી, આદ્ર બની છે વાણી.
કલિકાળથી બચાવો, ભાવ ભરપૂર લાવી.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.