સર્વને સન્મતિ આપો શિવશંકર ભોળા.
માનવતા જગમાં સ્થાપો શિવશંકર ભોળા.
અંતરની આરઝૂ શબ્દોમાં લાવ્યો.
ઝેર જગતનાં ઝીરવવામાં ફાવ્યો.
સહનશીલતા સૌમાં સંચારો શિવશંકર ભોળા.
નાથ દયાનિધિ કરોને દાતારી.
આપદાકાળે જાઉં ના હારી.
વિપદામાં મારગ સૂઝાડો શિવશંકર ભોળા.
સ્વાર્થી જગતમાં જીવન આંકરું
શિવસાનિધ્યે બનાવો એ ખરું.
પરહિતે જિંદગી જીવાડો શિવશંકર ભોળા.
દીનદુઃખીમાં મને દેવત્વ ભાસે,
હરું સંકટ કોઈના એવી આશે.
મનોબળ એવું વિકસાવો શિવશંકર ભોળા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.