🙏🙏સુખ શોધતું મન બસ ભટકી ભટકીને થાક્યું,
અંતે તે થાક્યું પાક્યું શાંત થઈ ને બેઠું.
બસ પછી શું ?
ખુદથી ખુદનાં મનનાં દ્વાર ખોલીને
જોવાનો એક નાનો પ્રયાસ કર્યો.
ખરેખર માનશો નહીં પરંતુ સુખની ક્ષણો સમીપે રહી ભીતરથી અનુભવી!
જ્યારે મન ભટકી ભટકીને થાકીને હતાશામાં ગરકાવ થાય છે.
તે સમયે પણ સકારાત્મક રીતે વિચારવામાં આવે તો 'ભ્રમણ' નો પણ એક અલગ જ લાભ પ્રાપ્ત થાય છે.
ખરેખર સુખની શોધ ભટકવાથી ક્યાં મળે છે!
સુખ ભટકવાથી તો 'મૃગજળ' બનતું જાય છે.
હા એ રખડપટ્ટી થી અંતે એ સમજાય છે કે સુખ ક્યાં મળે છે?
બસ સ્થિરતામાં,
એકાગ્રતામાં,
સંતોષમાં કે
ખુદનાં અંતરમનમાં.
સુખને કેવી રીતે સમજવું ને આનંદ પ્રાપ્ત કરવો તે પણ સમજાયું.
હા પણ તે પણ સમજાયું ભટકવાથી!!!!
ખુદથી ખુદા સુધીની પહોંચવાની જ આ સફર હતી.
બસ માર્ગ આમતેમ શોધવાની સમજ ની કમી હતી.🦚🦚