🙏🙏ચા બસ એક જ અક્ષર નો શબ્દ છે.
તો પણ કેટલી સમૃદ્ધિ થી ભરેલ ખજાનો છે.
મિત્રોની મિત્રતા ની વાતોની ને તેનાં સંસ્મરણોની યાદોની સાક્ષી રહેલી છે ચા.
ઝરમર ઝરમર વરસતા વરસાદમાં હળવા પવનની લહેરખીઓમાં બે પ્રેમીજનો સાથે બેસીને માણેલી ક્ષણોની સાક્ષી રહેલી છે ચા.
કોઈ લેખક કે કવિની વહેલી સવારે અટકેલી કલમને વિચારોની સંજીવની આપવામાં મદદગાર બનેલી છે ચા.
કોઈ નારાજ સંબંધીને મનામણાં માટે ભેગા થયેલા સ્વજનો સંબંધીને મનાવી લે ત્યારે સાક્ષી રહેલી છે ચા.
બે દુશ્મનો પણ પરસ્પર એક ચાનાં વ્યવહારથી મિત્રો બન્યા હોય તેમાં દાખલારૂપ બની છે ચા.
કોઈ પ્રથમ મુલાકાત કરશે પરસ્પર ચાનાં વ્યવહારે એવાં વચને બંધાઈ વાટ જોતી જોઈ છે ચા, હ.🦚🦚