“વિશ્વગુરૂનો ખિતાબ”
સતત વરસતાં વરસાદમાં પરબ કેમ આપું,
ગાંધી-સરદારના ગુજરાતમાં શરાબ કેમ આપું.
એ દેશભક્તિના નામે બેઠા હતાં સત્તા પર,
એ ખોટા દેશ ભક્તોને હું ગુલાબ કેમ આપું.
હતો અભણ પણ બહું ભણેલો છું નો હતો ઢોંગ,
એ ચોથી પાસ રાજાને હું કિતાબ કેમ આપું.
તેમના કામનો પ્રકાશ નાના દીપક સમો ય નથી,
એ ફર્જી ડિગ્રીને ઉપમા આફતાબ કેમ આપું.
વસુધૈવ કુટુંબકમની વાતો આખા વિશ્વમાં કરતો,
એ વોટચોરોને વિશ્વગુરૂનો ખિતાબ કેમ આપું.
-મેહુલ સિઘ્ઘપરાં (અહેસાસ )