" મિત્રતા "
તારી ને મારી વચ્ચે, આ કેવું ઋણાનુબંધ છે?
હોય આંખો ખુલ્લી કે બંધ, તારું સ્મરણ છે.
નથી સબંધ કોઈ લોહીનો આપણી વચ્ચે,
છતાં, એકબીજાથી અજબ વળગણ છે.
આપણા મળવાની આજ અસર જોઈ લે,
ઘડપણ પણ લાગે છે જાણે કે બાળપણ છે.
છે અઘરી સમજવી આ જિંદગીની કિતાબને,
પરંતુ, મિત્રતા એનું એકદમ સરળ પ્રકરણ છે.
દીનાનાથ પણ અધૂરો કહેવાય જેમના વિના,
એક તો છે સુદામા અને બીજો અરજણ છે.
દુનિયાના કડવા સબંધોની વચ્ચે પણ "વ્યોમ"
મિત્ર નામે ઈશ્વરે આપ્યું અદ્ભુત ગળપણ છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.