મિત્રો અમારા ગામડાનું દેશી ખાવાનું બાજરીના રોટલા શુદ્ધ ઘરનું ઘી,ગોળ કઢી.આ મારું ફેવરિટ ભોજન છે. ઘી, દૂધ, દહીં, માખણ મને બહુ ગમે. દિવાળી નું કામ ચાલુ હોય એટલે 75 પકવાન અને 56 ભોગ બનાવવાનો ટાઈમ ના હોય. આમ પણ હું નાસ્તા માં વધારે પડતું બાજરી નો રોટલો અને દહીં, માખણ, અથવા દૂધ જ લઉં છું કારણ કે આખો દિવસ કામ કરીયે તો પણ થાક ના લાગે. બાજરી ખાવાથી 8 કલાક ભૂખ ના લાગે જો દૂધ, દહીં કે ઘી - ગોળ સાથે જમીએ તો 10 કલાક ભૂખ ના લાગે. મારા મમ્મી એ હું 7 વર્ષ ની હતી ત્યાર થી મને કઢી અને બાજરીના રોટલા બનાવતા સીખવાડ્યા છે.✍🏼 "આર્ય "