તું તો સમજદાર છે
"તું તો સમજદાર છે, તારે સમજવું જોઈએ,"
આ એક જ વાક્યથી જીવતર આખું જાય છે.
ભાવનાઓનો બોજ હૈયે મૂકી, સહન કરવાની,
સમજદારની ઓળખ આપી, મૌન રખાય છે.
'ત્યાગ' ને 'ફરજ' ના નામે આ ભાર ઊંચકવાનો,
પોતાની ઇચ્છાઓનો ક્યાંય રસ્તો ન રહે.
આ કહેવાતા 'સમજદાર' ને કોણ સમજાવે?
કે તેનું હૃદય પણ કંઈક કહેવા ઝંખે છે.
DHAMAK
(સમજદાર ના નામે એટલો બધો માથેભાર નો નાખો
કે જીવ રૂંધાઈ જાય માણનો કમાવો અને એડજસ્ટમેન્ટ કરવું આખી જિંદગી સહેલું નથી...)