એમ કંઈ સરળ નથી
સહુને ગમી જવું
ક્રોધને કાબૂમાં રાખી
ધીરજથી શમી જવું
ગમે નહીં ક્યારેક કશુંતો
બોલ્યા વગર સરકી જવું
ઊદાસીની પળોમાં પણ
અમથે અમથું મલકી જવું
ભૂલ થઈ જાય ક્યારેક તો
ખેલદિલી થી નમી જવું
જીતને કોરાણે મુકી
હારતાં હોય પણ રમી જવું
પરિવારની ખુશી કાજે
જીદ છોડી ખમી જવું
બસ આટલું કરીશ તો
સરળ છે સહુને ગમી જવું…
-કામિની