મોતી બની પરોવાઇ જાઉં એના હૈયાના હારમાં,
સ્વાતિના મેહબૂંદ સમ, લિપ્સાઓના વાદળને એમ ક્યાં છોડાય છે...
કોઇ ફરક નથી પડતો કહી, ફરતો જીવ ડંફાસી, આવરણ એકલતાના એમ ક્યાં ખંખેરાય છે...
હૈયું ઝંખે દિદાર કરવા, આંખોમાં ભરવા,
મારગ એ મિતના એમ સરળ ક્યાં જાય છે...
નખશિખ પ્રિતમાં ઝૂરતા બે અર્ધ હ્રદય,
સમાજની સૂળીએ ચઢી રોજ ફાંસો ખાય છે...
પાનખરની પિડને હેતથી જીરવતા એક થઇ,
અનોખીપ્રિતના આયામને અમર કરી જાય છે...