જૂના કે નવા,
નાના કે મોટા,
સાચા, કે ખોટા વિવાદો
વાગોળવા, કે ઉભા કરવામાં
આપણો જે સમય, કે પછી આપણી ઉંમર આપણા હાથમાંથી સરકી જાય છે,
એનો ઉપયોગ આપણા, અને આપણા પરિવારના સુંદર ભવિષ્યના આયોજનમાં કરીએ,
કારણ કે,
ઉંમર એ નિરંતર ચાલતી ક્રિયા છે,
આપણે એને રોકી નથી શકતા,
પરંતુ હા,
ઉંમરની ઉંમરને ઘટાડવી, કે વધારવી, અને સાથે- સાથે,
એને કેટલી ગતિથી, કઈ દિશામાં લઈ જવી ?
એ આપણા હાથમાં હોય છે.
હવે આ ઉંમરનો, કોણ, કેટલો, અને કેવી રીતે ઉપયોગ કરે છે ?
એની ઉપર જ,
જે તે વ્યક્તિનાં જીવનમાં આવતા સારા, કે નરસા સમયનો મુખ્ય આધાર નક્કી થતો હોય છે.
જાગ્યા ત્યાંથી સવાર માની, મન મોટું રાખી, જીવનમાં આગળ વધવું, એમાં જ સાચી સમજદારી છે.