ને મને ખુશી મળી...
આ કડકડતી ટાઢને કહી દઉં,ભલે તું જગતને થરથરાવે બહુ...
પણ તારા પ્રેમની ટાઢમાં હું ઠરી, ને મને ખુશી મળી..
આ બળબળતા બપોરને કહી દઉં, ભલે તું સૃષ્ટિ ને તપાવે..
તારા વિરહના તાપમાં હું તપી, ને મને ખુશી મળી..
આ અનરાધાર વરસતા મેઘને કહી દઉં,ભલે તું વરસી રહ્યો ધરતી પર...
પણ તારાં પ્રેરણા રૂપી પાણીમાં હું પલળી, ને મને ખુશી મળી..
આ વાસંતી વાયરાને કહી દઉં,ભલે તુજથી પ્રકૃતિ મહેંકી...
પણ આ પ્રકૃતિ નાં ખોળે હું બેઠી, ને મને ખુશી મળી...
આ ખીલતા ગુલાબને કહી દઉં,ભલે તારી સુગંધ જગતને ભાવે...
પણ તારા હૃદય નુ સૌંદર્ય ખીલેલું મેં જોયું, ને મને ખુશી મળી..
આ ચમકતા ચાંદલાને કહી દઉં,ભલે તારી પૂનમ જગતને ગમી...
પણ તારી આ ઢોળાતી ચાંદની મેં હૈયા પર જોઈ, ને મને ખુશી મળી..