" જિંદગીની ગઝલ"
શ્વાસોની શ્યાહી, કલમમાં ભરી અમે.
ને, જિંદગીની એક ગઝલ લખી અમે.
ડગલેને પગલે વાગી એવી ઠોકર કે,
દુધનાં દાઝયાં પીએ છાશ ફૂંકી અમે.
એક સાંધીએ ત્યાં તૂટે તેર, જીવનમાં!
ચીથડે હાલ જિંદગીમાંય રાજી અમે.
ટૂંટિયું વાળી તો ટૂંટિયું વાળીને સુતાં,
પણ, ચાદર પ્રમાણે સોડ તાણી અમે.
સાંભળ્યું છે કે અંત હોય સુખકારી,
'વ્યોમ' અંતીમ ઘડી એ ચાહી અમે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.