વિષય:- કોરો કાગળ
તારા સાથે કઈ ખાસ સબંધ છે
આ સબંધ તો મારો કોરા કાગળ સાથે છે
આ કોરા કાગળ વિશે લોકો નો એવો વિચાર હોય છે કે,
આ કાગળ મારે શું કામ નો! આ તો સાવ કોરો છે
અરે ભલા માણસ
આ કાગળ તો આપણા નસીબ જેવો છે
આ કાગળ ઉપર મનગમતું ચિત્ર બનાવીએ,
એ ચિત્ર માં મન ગમતા રંગો ને ભરી શકાય
આ કાગળ ની ઉપર જીવન ની કડવી યાદો લખી શકાય,
જેથી મન હળવું થઈ જાય
કોરો કાગળ તો ક્રોસિન જેવો છે
કોરો કાગળ કઈ નવું કરવાની શીખવાની પ્રેરણા આપે છે
જીવન માં મનપસંદ રંગો ને ભરવાની આઝાદી આપે છે