ઉતરાયણ
આનંદ ઉમંગનો તહેવાર આવ્યો
ઉતરાયણનો તહેવાર આવ્યો!....
આનંદ ઉમંગનો.........
શિંગ,તલની ચિક્કી સાથે મમરાના લાડું ખવાય
બોર,શેરડી સાથે જલેબીને ઊંધિયું ખવાય!.....
આનંદ ઉમંગનો.....................
નાના મોટા સૌ સંગાથે
આનંદને ઉત્સાહથી આ તહેવાર ઉજવાય!....
આનંદ ઉમંગનો.....................
એ..કાપ્યો...એ..લપેટની બૂમ સાથે
ભૉપુ કેરો કેવો શોર સંભળાય!.........
આનંદ ઉમંગનો....................
દાન,પુણ્યનો મહિમા આજે અનેરો
આનંદ ઉમંગથી ઝૂમી ઊઠે સૌ કેવો
ઉત્સાહ છે અનેરો!.............
આનંદ ઉમંગનો...........................
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર
ઉતરાયણ પર્વની હાર્દિક શુભકામના