નોકરી, વ્યવસાય કે પછી અન્ય કોઈ રીતે આપણે જે કમાણી કરતા હોઈએ છીએ, અને
એ કમાણી થકી આપણે જે જે સુખ સુવિધા મેળવવા માંગતા હોઈએ છીએ, એ સુખ અને સુવિધા સુધી
જો આપણે વહેલા પહોંચવું હોય તો આપણને જે વ્યક્તિ કે પછી જે વ્યવસાય રોજગાર પુરો પાડતા હોય, એમની શરતો, અને નિયમોને અનુસરવું, કારણ કે
જો એમાં આપણે આપણી
પોતાની શરતો, અને નિયમો મુજબ કામ કરવા જઈશું,
તો આપણે આપણા જીવનમાં આપણે ધારેલા સુખ અને સુવિધાઓ સુધી ખુબજ મોડા પહોંચીશું, અથવા તો.... કદાચ એમાં એવું પણ બની શકે છે કે, આપણે આપણા ધારેલા સુખ, અને સુવિધાઓથી કાયમ માટે વંચિત પણ રહી જઈએ, એવી પણ પૂરી સંભાવનાઓ, કે પછી એવો સમય પણ આપણી સામે ઊભો થઈ શકે છે.
- Shailesh Joshi