બન્યું જીવન સરળ,
વધી ભૌતિક સુખ સગવડો.
આભારી છે વિશ્વ આખુંય,
વિજ્ઞાનની શોધોને!
નુકસાન છે અને ફાયદા પણ છે,
વિજ્ઞાનની આ શોધોનાં!
કરીએ જો ઉપયોગ વિવેકપૂર્વક,
વિજ્ઞાન સદાય ફાયદાકારક!
મહાન વૈજ્ઞાનિક શ્રી
સી. વી. રામને કરી શોધ
રામન ઈફેક્ટની આજનાં દિવસે.
માનમાં એનાં ઉજવાય
28 ફેબ્રુઆરીનો દિવસ,
'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે.