સામેવાળી વ્યક્તિનો વિચાર કરવો
અને માત્ર પોતાનો જ વિચાર કરવો
આ બંને સંજોગોમાં ફાયદો તો આપણને જ થતો હોય છે,
હા એમાં ફર્ક માત્ર એટલો જ કે,
દરવખતે, ને બધી બાબતોમાં સામેવાળી વ્યક્તિનો વિચાર કરતી વ્યક્તિના જીવનમાં ભલે બહુ મોડે મોડે, પરંતુ એનો ફાયદો તો અવશ્ય મળતો હોય છે, અને એ ફાયદો પણ કેવો ?
એ ફાયદો એકદમ મજબૂત, લાંબા ગાળાનો, કે પછી કાયમી હોય છે, અને સાથે-સાથે આપણી ઉમ્મીદ, અને ધારણાથી લગભગ સવાયો, કે દોઢો ફાયદો મળતો હોય છે, જ્યારે હરહંમેશ માત્રને માત્ર
પોતાના માટે વિચારવામાં જ્યાં સુધી ફાયદો મળે ત્યાં સુધી જ મળતો હોય છે, પછી સમય જતાં એક વખત એવો આવે છે, કે જ્યારે આપણને પોતાને અંદરને અંદર ઊંડો અફસોસ થવા લાગે છે, ભલે પછી આપણી પાસે કંઈ હોય કે ન હોય, છતાંય જાણે આપણા જીવનમાં કંઈક ખૂટતું હોય, કંઈક ખૂચતું હોય એવો સતત અનુભવ કાયમી ધોરણે ઘર કરી લે છે.