તારીખ, વાર, ગામ, નામ અને સરનામા બદલાય છે, ઘટનાઓ ને વારદાતો તો બધી એક જેવી જ થાય છે,
પાછું જાણે છે તો સૌ કે, ખોટા કર્મોની સજા અતિ
આકરી હોય છે, તોયે નીત નવા નવા દુ:ખદ કિસ્સાઓ
સતત ઉમેરાતાં જાય છે,
ઉપર ઈશ્વર પણ આજકાલ અવઢવમાં હશે, કે મારા બનાવેલા, મને માનતા, અને પૂજતા મારા જ લોકો,
આ કઈ દિશામાં જાય છે ❓️
- Shailesh Joshi