આ દેહ છે જૂનું ભાડાનું મકાન, એનો ભરોસો ના કરશો,
આત્મા તો છે અમર અવિનાશી, એનો જ સંગાથ ધરશો.
ના રાખવો ભરોસો આ દેહનો...
ઘડીક અહીં તો ઘડીક ત્યાં, આ પંખીનો છે મેળો,
આજે અજવાળું કાયામાં, કાલે અંધારાનો છેડો;
શ્વાસ ખૂટે ને પાંજરું છૂટે, મિથ્યા છે આ અભિમાન.
ના રાખવો ભરોસો આ દેહનો...
ચોળાશે ચામડી ને અટકી જશે આ કાયાની માયા,
જેને પાળ્યું પોષ્યું રાત-દિન, એ તો છે બસ છાયા;
રામ નામની લગની લગાડી, ભજવા શ્રી રામ ભગવાન.
ના રાખવો ભરોસો આ દેહનો...
જૂનું વસ્ત્ર તજીને આત્મા, નવું રૂપ જો લેશે,
કર્મ તણી આ પોટલી લઈને, નવો જ મારગ ખેડશે;
સેવા-સ્મરણમાં વિતાવો જીવડા, ધરજો પ્રભુનું ધ્યાન.
ના રાખવો ભરોસો આ દેહનો...
દેહ છે કૌશિકનો પણ આત્મા અજરામર છે
ઈશ્વર કહે કે જૂનું છે ઘર ને નવી આત્મા છે.
- કૌશિક દવે