સમજ એટલી આપજે કે કોઈ નું અહિત ન થાય.
સમજ એટલી આપજે કે સૌનું સદાય વિચારાય.
ના કરું અપમાન કદીએ બાળક વૃદ્ધ કે બીમાર તણું.
સમજ એટલી આપજે કે એને કરું હું સર્વદા સહાય.
કોઈનું સારું જોઈને મારા હૈયામાં હરખ જાગી જાય,
સમજ એટલી આપજે કે ઈર્ષાને આપી દઉં વિદાય.
ના થાઉં હું નાસીપાસ કદી છોને નિષ્ફળતા મળતી,
સમજ એટલી આપજે કે હિંમત ટકે હૈયામાં સદાય.
સુખ અને દુઃખમાં હર હંમેશ મન વિચલિત કદી ન થાય,
સમજ એટલી આપજે કે પરિસ્થિતિ મારાથી પમાય.
-ચૈતન્ય જોષી .'દિપક' પોરબંદર.