નારાયણ નારાયણ રટતા ફરે તે નારદ.
સુર વિણાના જે ગજવતા ફરે તે નારદ.
ત્રણેય લોકમાં વિચરણ કરવાની ટેવ છે,
જ્યાં પહોંચે ત્યાં કલ્યાણ કરે તે નારદ.
સતત પ્રભુના નામનો સહારો છે જેને,
એમાં એ પાછા ડગ કદી ના ભરે તે નારદ.
સાચો ઉપદેશ સૌને આપીને જંપે છે એ,
એને અનુસરે એ ખરેખર તરે તે નારદ.
સ્થિરતા સાથે બારમો ચંદ્ર છે જાણે એને,
સર્વત્ર ભ્રમણ કરીને જે ભય હરે તે નારદ.
-ચૈતન્ય જોષી .દિપક પોરબંદર.