બાળપણ મળી ગયું...
મોટા શું થયા બાળપણ ભૂલાઈ ગયું;
મને એમ કે જાણે બાળપણ ખોવાઈ ગયુ.
એની યાદો ના દરિયામાં ક્યારેક , ઊંડા ઉતરાઈ ગયું;
મરજીવીયાને તો મોતી પણ મળે છે , અમારું તો ઉલામણું નામ પણ ભૂલાઈ ગયું.
અચાનક એક અવાજથી જિંદગીમાં ખુશીનું વાદળ છવાઈ ગયું;
એકદમ જ એ બેટા શબ્દ સાંભળી મને મારું બાળપણ મળી ગયું.
©લી.- અંકિત કે ત્રિવેદી- ' મેઘ '