આજે ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી.
મને કેમ એવું લાગે છે કે ભીડભાડ, પરસેવો, ધક્કામુક્કી હવેલી કે કૃષ્ણમંદિરોમાં જ વધુ હોય છે અને રામ કે શિવ મંદિરોમાં વ્યવસ્થા વધુ સારી હોય છે? નાથદ્વારામાં પણ ભીડમાં કચરાવું, ઝાપટિયા ખાવાં એ બધું પુણ્ય ગણાતું. અંબાણીએ ઘણું બદલ્યું. ઇસ્કોન માં પણ એ જ ધક્કા મુક્કી, દબાવાનું, કચરાઈને દર્શન કે આગળ વધવાનું . કાશી વિશ્વનાથ માં પણ સ્લોટ હતા અને એ સિવાય લાઇન.
ઠીક. એ લોકોનો પંથ છે. હિન્દુ તો છે ને?
આજે જ કોઈ પોસ્ટ વાંચી કે શિસ્ત અને સંસ્કૃતિ લોકો નહીં શીખે ત્યાં સુધી કોઈ આપણને વિકસિત નહીં ગણે. એ પોસ્ટ મૂકનારે સિંગાપોર, દુબઈ વગેરેના દાખલા આપેલ.
કૃષ્ણ તરફ અમને બધાને શ્રદ્ધા છે પણ આ રીતે ભીડ,કચરાવું, પરસેવો, ઘડીએ ઘડીએ પરદા બંધ કરી ભીડ ભેગી થવા દે એ બધું હું ધર્મનો ભાગ નથી ગણતો. ગણે એને મુબારક.
અમુક વિચિત્ર વિધાનો કરતા, ગામડાના પટેલોમાંથી દીક્ષા લઈ આવેલ અર્ધશિક્ષિત બાવાઓ સિવાય શિસ્ત અને સમર્પણમાં સ્વામિનારાયણ પંથ વખાણવા લાયક લાગ્યો છે.