💔
"જ્યારે સમય ખરાબ હતો ત્યારે પોતાના જ દૂર થઈ ગયા,
જેને કુટુંબ માન્યું હતું એ જ અજાણ્યા થઈ ગયા."
💔
"સાથ આપવાના વચનો તો બધાએ આપ્યા હતા,
પણ મુશ્કેલી આવી ત્યારે બધા રસ્તા બદલી ગયા."
💔
"એકલા તો નહોતા અમે, છતાં એકલા પાડી દીધા,
પોતાના કહેવાવાળાઓએ જ સંબંધો ભૂલાવી દીધા."
💔
"દુઃખ એનું નથી કે અમે હારી ગયા,
દુઃખ એનું છે કે પોતાના લોકો સાથ છોડી ગયા."
💔
"સમયે શીખવાડી દીધું,
કુટુંબ મોટું હોવું જરૂરી નથી,
મુશ્કેલીમાં જે સાથ આપે એ જ પોતાનું હોય છે." 🌿
- ketan