"સ્વતંત્રતા કે આરામ?"
Freedom or Controlled Comfort?
પરતંત્રતાની વાત કરીએ તો ,
એક એવું જીવન જ્યાં તારા સુખ, સગવડ, માન-સન્માન અને સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લેતું કોઇ વ્યક્તિ હોય,
તારે કોઈ જોખમ લેવાનું નથી.
કોઈ નિર્ણય લેવાનો નથી.
કોઈ નિષ્ફળતાનો ડર રાખવાનો નથી.
તારી દરેક જરૂરિયાત સમયસર પૂરી થાય છે.
તને આરામ મળે છે.
સુરક્ષા મળે છે.
સગવડ મળે છે.
તારે બસ જીવવાનું છે..
તારે બસ અપાએલા સુખ-સગવડમાં જીવવાનું જ છે.
પણ હા,
કોઇના આધારે જીવાતું આ જીવન તારુ પરતંત્ર જીવન કહેવાશે.
કેમ કે પરતંત્રતા ઘણી વાર બંધન જેવી દેખાતી નથી. તે આરામ, સુરક્ષા અને સુખના રૂપમાં હોય છે.
પરતંત્રતા ઘણીવાર સાંકળો પહેરીને આવતી નથી.
તે આરામના સ્વરૂપમાં આવે છે.
તે સુરક્ષાના વચન સાથે આવે છે.
તે સુખના લાલચમાં આવે છે.
--------------------------------------------------------------
સ્વતંત્રતાની વાત કરીએ તો ,
ડગલે ને પગલે સંઘર્ષ કરવો પડે.
સુખ અને સગવડ માટે વલખા મારવા પડે,
જીવન તારુ અને જવાબદારી પણ તારી પોતાની હોય,
સુખ મળે તો પણ તારા કારણે અને દુઃખ મળે તો પણ તારા કારણે ,
તારા દરેક કારણનો આધાર તું પોતે હોય.
તારા દરેક પગલાંની દિશા તું નક્કી કરતો હોય.
સંઘર્ષ,અનિશ્ચિતતા અને જોખમ ના રુપમાં આ જીવન તારું સ્વતંત્ર હોય.
------------------------------------------
Part 2 Above