Gujarati Quote in Poem by Awantika Palewale

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાહે એટલો પ્રયત્ન કરી લે, પણ મને ભૂલી નહીં શકે,
મારી યાદોની આ કડીઓને, તું ક્યારેય તોડી નહીં શકે.
જ્યારે પણ એકાંતમાં બેસીને તું તારી જાતને પૂછશે ત્યારે,
મારા પ્રેમનો એ અહેસાસ, તારી આંખોમાંથી આંસુ બની વહેશે.

કોઈ ગીતના સૂર સાંભળીને જ્યારે તારું હૃદય ધબકી ઉઠશે,
ત્યારે એ ધબકારાના લયમાં, તને મારો જ સાદ સંભળાશે.
ભલે તું દુનિયાની ભીડમાં પોતાને ગમે એટલો વ્યસ્ત રાખે,
પણ એ ભીડમાં પણ તારી નજરો, બસ મારો જ ચહેરો શોધશે.

ચોમાસાની પહેલી હેલીમાં જ્યારે તું ભીંજાવા નીકળશે,
તારા ગાલ પર પડતું એ ટીપું, તને મારા સ્પર્શની યાદ અપાવશે.
ને રાત્રે જ્યારે આકાશમાં તું ચાંદને એકીટશે જોઈ રહીશ,
તારી અગાશી પર મારો જ પડછાયો તને ઊભેલો દેખાશે.

આપણી અધૂરી વાતો, આજે પણ તારા મનમાં ક્યાંક જીવે છે.
જિંદગીના સફરમાં તું ભલે ગમે તેટલો આગળ નીકળી જાય,
પણ હૃદયના કોઈ ખૂણે અંકિત થયેલું મારું નામ, તું ક્યારેય ભૂંસી નહીં શકે.
તું ક્યારેય મને ભુલી નહીં શકે ભલે ડોળ કરે મને ભુલવાનો

Gujarati Poem by Awantika Palewale : 112027876
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now