દર્દીને સાચી સલાહ આપનાર ડોક્ટરને સલામ.
પરિસ્થિતિ રોગીની પરખનાર ડોક્ટરને સલામ.
આવે છે માણસો પીડાતા મજબૂર બનીને કદી,
એની વેદનાને હળવી કરનાર ડોક્ટરને સલામ.
દવા આપીને દુઆ મેળવો છો એવો વ્યવસાય,
દર્દીને હિંમત આપી સમજનાર ડોક્ટરને સલામ.
જતી કરી હશે ફી જેણે કેટલીયવાર સંજોગોમાં,
ઊલટાની મફતમાં દવા દેનાર ડોકટરને સલામ.
" દર્દી દેવો ભવઃ" નું સૂત્ર ચરિતાર્થ કર્યું છે જીવનમાં,
એવા મનુષ્યાવતારે દેવ ગણાનાર ડોક્ટરને સલામ.
- ચૈતન્ય જોષી. " દિપક " પોરબંદર.