એકાદ કુટેવ તો છોડી જાણો.
બહુ થયું બાકીની આયુ માણો.
નાના મોટા કૈંક મળ્યા રસ્તામાં,
હોય જે હમદર્દી એનું તો તાણો.
ખૂબ સાંભળ્યા કથાને કીર્તન,
શું કરીએ ઘડો જ છે સાવ કાણો.
ના પ્રગટી જો શ્રદ્ધા ઈશ્વરમાં,
મંદિરે મંદિરે પૂજાતો પ્હાણો.
ના થયું અનુસંધાન પરમેશથી,
તો પછી શું ગોળને શું ધાણો?
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.