“જેના એક હુકમ પર આખું બ્રહ્માંડ ધ્રૂજે છે, એ દ્વારિકાધીશ આજે રુક્મિણીના ખોળામાં માથું મૂકીને અનાથ બાળકની જેમ કેમ રડે છે...?”
હા, આ કથા એ વિજેતા શ્રીકૃષ્ણની નથી જે મહાભારતનું યુદ્ધ જીતે છે. આ તો દ્વારિકાના રત્નજડિત સિંહાસન પાછળ છુપાયેલા એ પરમ એકાંત અને અશ્રુની ગાથા છે, જેને આખું જગત ‘પોતાનો’ માને છે, પણ એ પોતે કોની વગર ‘અધૂરો’ છે?
સોળ હજાર એકસો આઠ પટરાણીઓનો વૈભવ, અઢળક સંપત્તિ અને છપ્પન ભોગની થાળી સામે હોવા છતાં, જગતના પાલનહારના શ્વાસમાં આજે પણ ગોકુળની એ વિરહની ધૂળ કેમ ઊડે છે?
જ્યારે પોતાના જ પતિના શ્વાસમાં રુક્મિણી ‘રાધા... રાધા...’ નો આર્તનાદ સાંભળે છે, ત્યારે એક પત્નીના હૃદયના કેવા લીરા ઊડ્યા હશે? આખા મહેલની દીવાલોને રડાવી દેતું એ રુક્મિણીનું દિવ્ય હાલરડું શું માધવના આત્માના જખમોને સાંધી શકશે?
ભગવાન હોવાનું બહુ મોટું મૂલ્ય ચૂકવ્યું છે મારા માધવે! પીડાની એવી પરાકાષ્ઠા જે તમે ક્યારેય કોઈ પુરાણમાં નહીં વાંચી હોય, તે અહીં શબ્દે-શબ્દે વહી છે.
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત, મારી લેખિનીમાંથી સરેલો અત્યાર સુધીનો સૌથી ગહન અને આત્માને ઢંઢોળી નાખતો દસ્તાવેજ... ‘માધવ વગરની’ નું આ ફર્સ્ટ લુક પોસ્ટર આજે તમારી સામે મૂકતા મારું પોતાનું હૃદય પણ કંપે
⚠️ ચેતવણી: જો પથ્થર હૃદયના હો, તો આ પુસ્તકને અડતા નહીં. પાનું ખોલતા પહેલાં આંસુ લૂછવા માટે રૂમાલ સાથે રાખવો પડશે!
✍️ લેખિકા: માનસી દેસાઈ શાસ્ત્રી ‘કૃષ્ણસખી’
📚 પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર
તે પહેલા મારી ફેસબુક ફેમિલી નો અતિ આભાર આ પુસ્તક તમારા લીધેજ હું લખી શકી છું જેનું ક્રેડિટ તમને જ જાય છે અઢીલાખ થી વધુ વ્યુઝ 223 વાર શેર કરાયેલી મારી આ આત્મા શબ્દો માં તમારા લીધેજ પરિવર્તિત થઈ શકી છે સદા ઋણી રહીશ
ટૂંક સમય માં પુસ્તક પ્રકાશિત થશે જોડાયેલા રહેશો તેવી આશા તમારા આશીર્વાદ ની, પ્રેમ ની , સહકાર ની આશા રાખું છું
લિ.
તમારી માનસી
કૃષ્ણસખી
#માધવવગરની ....
#કૃષ્ણસખી
#નવભારતસાહિત્યમંદિર
#ગુજરાતીસાહિત્ય