Gujarati Quote in Poem by SUNIL ANJARIA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધીમે ધીમે રાત પડી
કાજળ ઘેરી નભને અડી
હળવે હસતો ઉગ્યો ચાંદો
આકાશે તો ભાત પડી
ધીમે ધીમે રાત પડી.

જંપ્યા જળ ને પંખી પોઢયા
તારલિયા જો ચમકે ચોડ્યા
મંદ મંદ આ વાતો વાયુ
જાણે નભે હાલરડું ગાયું
ધરા સુણતી ઝોકે ચડી
ધીમે ધીમે રાત પડી.

ખાલી રસ્તા પથરાયા પહોળા
વૃક્ષ પર પ્રકાશ લે હિલોળા
પડછાયા સંગ હોડ બકી
અંધાર ઉજાસ ને રમત જડી
ધીમે ધીમે રાત પડી

શાંત સૃષ્ટિ શીતલતાની વૃષ્ટિ
શમણાં કરે નિદ્રા સહ ગોષ્ઠી
આલિંગે જો શશી વાદળીને
હળવે મધુરું ચુંબન કરી
ક્ષિતિજ દ્વાર ને મારી કડી
ધીમે ધીમે રાત પડી
-સુનીલ અંજારીઆ

Gujarati Poem by SUNIL ANJARIA : 112030262
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now