મિત્રતા
દિલથી અંતરના ભાવને
જોડતો સબંધ એટલે મિત્રતા!.....
સાથે ન હોય પણ વાત પરથી
ભાવ સમજી જાય એ મિત્રતા!....
ઊંચ - નીચ કે અમીરી - ગરીબીના
જ્યાં ભેદ ના હોય તે જ મિત્રતા!...
થાય ક્યાંરેક જો મનભેદ તો છોડીને અહમ
સામેથી તમને જે ભેટી શકેને એ જ મિત્રતા!...
દૂર હોય ને જેની ખોટ સાલતી રહે
પણ દુઃખમાં જે પડખે હોય તેજ મિત્રતા!....
મિત્રતાની કોઈ વ્યાખ્યા ન હોય " પુષ્પ"
મિત્ર તો કૃષ્ણ ને સુદામા જેવા હોય "વ્હાલા"
મિત્રતા દિવસની હાર્દિક શુભકામના
જય શ્રી કૃષ્ણ પુષ્પા એસ ઠાકોર