Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍺 " સાકીની નિગાહ " 🍺

મેં તો સાકીની નિગાહમાં જ પી લીધી.
આજ દરદની પનાહમાં જ પી લીધી.
મયખાનાની ગલીએથી જો ગુજર્યા,
તો પયમાનાની આહમાં જ પી લીધી.

ઇશ્કની ભરબજારે થયા બેઇજ્જત,
અમે તો એમની રાહમાં જ પી લીધી.
બળી ઊઠ્યા જોઈ મારી મુસ્કુરાહટ,
ડગમગાતાં એની દાહમાં જ પી લીધી.

ગણ્યા ના કદી આ જગના નફા-તોટા,
અમે તો ખુદની ચાહમાં જ પી લીધી.
નથી જાણ કે ક્યાં જશે આ જિંદગી,
બસ, વફાના ગુનાહમાં જ પી લીધી.

નહોતી કોઈ નશાની જરૂરત 'વ્યોમ',
વહેતા સહજ પ્રવાહમાં જ પી લીધી.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112035273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now